કુતિયાણાની મામ.કચેરીમાં અરજદારોને ધરમના ધક્કા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનીમામલતદાર કચેરીમાં અરજદારોને એક કામ માટે પાંચ વખત ધક્કા ખાવા પડતા રોષની લાગણી ફેલાઇ છે.

કુતિયાણાની મામલતદાર કચેરી ખાતે જમીન સુધારણા શાખા, કાયમી ચૂંટણી શાખા, મહેકમ શાખા, એ.ડી.એમ. શાખા, સમાજ સુરક્ષા શાખા અને મહેસૂલી શાખા સહિતની વિવિધ શાખાઓની ઓફિસો આવેલી છે. જેમાં કામ અર્થે તાલુકાના 45 જેટલા ગામડાઓના અરજદારો કચેરી ખાતે આવતા હોય છે, ત્યારે 1 માસથી શાખાઓના કર્મચારીઓ દ્વારા અરજદારોને અયોગ્ય જવાબો આપવામાં આવે છે અને અરજદારોના કામ થતા નથી જેને કારણે એક કામ માટે 5 થી 6 વખત કચેરી ખાતે ધરમના ધક્કા ખાવા પડે છે તેવા અરજદારો આક્ષેપો કરી રહ્યા છે. તો અરજદારો દૂર ગામડેથી પણ ભાડાખર્ચી પોતાના કામ અર્થે આવતા હોય છે પરંતુ તેમનું કામ થતાં અરજદારોમાં રોષ જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા અંગે યોગ્ય પગલા લેવા લોકોમાં માંગ ઉઠી છે.

કર્મચારીઓ ધીમી ગતિએ કામ કરે છે : આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...