તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Kutiyana
  • ખાગેશ્રીમાં ગ્રામસભાનો બહિષ્કાર, અધિકારીઓ ડોકાતાં ભારે આક્રોશ

ખાગેશ્રીમાં ગ્રામસભાનો બહિષ્કાર, અધિકારીઓ ડોકાતાં ભારે આક્રોશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાતાલુકાના ખાગેશ્રી ગામે ગ્રામજનોના કામો સમયસર થતા હોય અને અનેક પ્રશ્નોની અરજીઓનો નિકાલ સમયસર આવતો હોવાથી લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો હતો. જેને લઇ ખાગેશ્રી ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 30 જેટલા લોકો હાજર રહ્યા હતા, ગ્રામસભામાં સભ્યો ગેરહાજર રહેતા સરપંચે મૌન સેવ્યું હતું. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. ગ્રામજનોના કામો સમયસર થતા હોય અને અનેક પ્રશ્નોની અરજીઓનો નિકાલ સમયસર આવતો હોવાથી લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો હતો. ગ્રામમાં યોજાયેલ ગ્રામસભાના સ્થળ પર ગંદકીના ગંજ ખડકાયા હતા ત્યારે ગામના લોકોને તલાટી મંત્રીને લેખિતમાં અનેક રજૂઆતો કરી હતી અને એકબીજાઓને ધમકી આપવાનો સિલસિલો પણ ગ્રામસભામાં જોવા મળ્યો હતો. આમ, લોકોના પ્રશ્નોનું નિવારણ આવતા ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો.

લોકોનાં પ્રશ્નોનું નિવારણ આવતા ગ્રામજનોએ સભાનાો બહિષ્કાર કર્યો

ગ્રામસભામાં માત્ર 30 જેટલા લોકો હાજર રહેતા ગામનાં સરપંચે મૌન સેવ્યું

અન્ય સમાચારો પણ છે...