તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Kutiyana
  • Kutiyana કુતિયાણાના 1.8 કરોડના ખર્ચે મંજુર થયેલા બે રાજમાર્ગો પર તંત્રએ માત્ર કાંકરા પાથર્યા

કુતિયાણાના 1.8 કરોડના ખર્ચે મંજુર થયેલા બે રાજમાર્ગો પર તંત્રએ માત્ર કાંકરા પાથર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા તાલુકાના કોટડા-ભોડદરનો રાજમાર્ગ અને છત્રાવા-મિત્રાળાના રાજમાર્ગના રસ્તા માટે કુલ 1 કરોડ 80 લાખ મંજુર થયા હતા. પરંતુ લાગતા-વળગતા તંત્રએ આ બન્ને રાજમાર્ગો પર ધૂળ અને બાદમાં કાંકરા નાંખી દેતા 10 ગામોને જોડતા આ બન્ને રાજમાર્ગ જોખમી બન્યા છે અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં કોટડા-ભોડદરનો રાજમાર્ગ અને છત્રાવા-મિત્રાળાનો રાજમાર્ગના રસ્તા માટે 90-90 લાખ રૂપીયા મંજુર થયા હતા. ત્યારે તંત્રએ 2 માસ પૂર્વે આ બન્ને રાજમાર્ગના રસ્તા પર પ્રથમ ધૂળ નાંખી હતી અને બાદમાં કાંકરા નાખી દેવામાં આવ્યા છે. આ બન્ને રાજમાર્ગો પરથી 8 થી 10 ગામોના લોકો પસાર થાય છે. ત્યારે આ કાંકરાવાળા રાજમાર્ગ અતિ જોખમી બન્યા છે. કોટડા-ભોડદર અને છત્રાવા-મિત્રાળા સુધી જવા માટે આ બન્ને રાજમાર્ગો શોર્ટકટ છે અને જો ફરીને જવું હોય તો 12 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે જેથી લોકો જોખમ વચ્ચે પણ પસાર થઈને આ રાજમાર્ગો પરથી જવાનું પસંદ કરે છે. કોટડા-ભોડદરનો રાજમાર્ગ 5 ગામોને જોડે છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને વાહનચાલકો આ જોખમી રસ્તેથી પસાર થાય છે.

જ્યારે છત્રાવા-મિત્રાળાનો આ રાજમાર્ગ તો છેક નવીબંદર ગામને જોડતો રસ્તો છે. જેથી બન્ને રાજમાર્ગો પર 8 થી 10 ગામોના ખેડૂતો વાહનચાલકો પસાર થઈ રહ્યા છે. આ કાંકરા નંખાયેલ જોખમી બન્ને રાજમાર્ગોના રસ્તા પર ટ્રક, ડમ્ફર, ટુ વ્હીલર, રીક્ષાઓ સહિતના વાહનો પસાર થાય છે.

ત્યારે આ વાહનચાલકોને જોખમી રાજમાર્ગને કારણે અકસ્માતનો ભય જોવા મળે છે. આ રસ્તા પર અતિશય કાંકરા હોવાને કારણે પગપાળા ચાલીને જવામાં મુશ્કેલી ઉભી થાય છે ત્યારે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા આ રાજમાર્ગના રસ્તાની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રાત્રીના અંધકારમાં ગંભીર અકસ્માતની ભીતિ
આ બન્ને રાજમાર્ગો પર કોઈ જાતની લાઈટની વ્યવસ્થા ન હોવાથી બન્ને રાજમાર્ગો પર રાત્રીના સમયે પસાર થતા વાહનચાલકો સતત જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. રાજમાર્ગના રસ્તા પર માત્ર કાંકરા હોવાને કારણે અને લાઈટની વ્યવસ્થા ન હોવાને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

10 દિ\\\'માં કામ શરૂ થવાની ખાત્રી અપાઇ
આ અંગે સરપંચ બચુભાઈ કુછડીયાએ એવું જણાવ્યું હતું કે ચોમાસાને લીધે આ કામ કરવામાં આવ્યું નથી પરંતુ હવે 15 દિવસમાં આ રાજમાર્ગના રસ્તાનું કામ શરૂ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...