તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડાસાંગાણીના રાજગઢ ગામે ખુદ ફરિયાદીની પત્ની જ આરોપી નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણીના રાજગઢ ગામે થયેલ ચોરી મા વાડ પોતેજ ચીભડા ગળી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. જેમા ફરીયાદીની પત્ની એજ પોતાના ઘરમા ચોરી કર્યાનુ ખુલતા ગામમા ભારે ચર્ચાનો વીષય બન્યો છે.કોટડાસાંગાણીના રાજગઢ ગામે સપ્તાહ પુર્વે રાત્રીના સમયે સુરેશભાઈ રાતડીયાના મકાનમાથી સવા લાખના ઘરેણા અને રોકડ સહીત ડોઢ લાખની મત્તાની ચોરી થયાની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.જેના આધારે પી એસ આઈ કે બી સાંખલા રાઈટર ક્રિપાલસીંહ રાણા હેડ કોંસ્ટેબલ અશોકભાઈ ઝીબ્બાએ ચોરીને અંજામ આપનારાઓનુ પગેરુ મેળવવા તપાસ આરંભી હતી. તે દરમીયાન ચોરીની ઘટનાને કોઈ જાણ ભેદુએજ અંજામ આપ્યો હોવાની પોલીસને પહેલેથીજ આશંકા સેવાઈ હતી.ત્યારે પોલીસે આસપાસના લોકોની પણ પુછપરછ કરી હતી અને તપાસ તેજ કરી હતી ત્યારે ઘરના શભ્યોની કડકાઈ પુર્વક પુછપરછ કરતા ફરીયાદી સંજયભાઈની પત્ની રેખાબેન રાતડીયા ભાંગી પડી હતી અને પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા અને પોતેજ ઘરમાથી ચોરી કરી ઘરેણા અન્ય જગ્યાએ છુપાવી દિધા હોવાનુ જણાવ્યુ હતુ તેથી પોલીસે તેમની અટકાયત કરી ઘરેણા રીકવર કર્યા હતા અને રેખાબેન વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો અને સપ્તાહ પુર્વે થયેલ ચોરીની ઘટના પરથી પડદો ઉઠાવ્યો હતો.આમતો પત્નીને જીવન સંગાથી ગણવામા આવે છે અને તે પતીના સુખ દુખમા હંમેશા સાથે રહેવાની પ્રતીજ્ઞા લેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...