તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડાસાંગાણીમાં મહિલા પર દુષ્કર્મ કરનાર ભૂવાની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણીના કરમાળ પીપળીયા ગામે ૬૦ વર્ષના ભુવાએ મેલુ કાઢવાના બહાને મહીલા પર દુષ્કર્મ આચરનાર ભુવાની પોલીસે ધરપકડ કરી છે. સમાજમા અવારનવાર તાંત્રીકો અને ભુવાઓ દ્વારા અંધશ્રધ્ધામા ફસાવીને લોકોને ગેરમાર્ગે દોરવાના તેમજ રૂપીયા પડાવી લેવા અને મહીલાઓ પર દુષ્કર્મ આચરવાના બનાવો પ્રકાસમા આવતા હોય છે. કરમાળ પીપળીયામા સામે આવ્યો હતો. જ્યા બની બેઠેલા ભુવાએ એક ૩૬ વર્ષીય મહીલાને મેલુ કાઢવાના અને તેમના પંદર વર્ષના માનસીક બીમાર બાળકને સારૂ કરી દેવાના બહાને કરમાળ પીપળીયા સ્થીત આરોપી શંભુ નાથા ગોહેલે પોતાની વાડિએ હવન કરવાને બહાને બોલાવી ૩૬ વર્ષીય મહીલા પર દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરીયાદ બે દિવસ પુર્વે કોટડાસાંગાણી પોલીસમા નોંધાતા આ પંથકમા ચકચાર મચીજવા પામી હતી અને આરોપી ધર્મના નામે ધતીંગ આચરી મહીલાને ફસાવી દુષ્કર્મ ગુજારતા આ વિસ્તારના લોકોમા ભારે રોષ ભભુકિ ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...