તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાને મારી નાખવાની ધમકી અપાતા એટ્રોસિટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણીના ખરેડા ગામે બે શખ્સોએ દલિત મહિલાની વાડીએ જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી દઇ ઝૂંપડું તોડી નાખતા એટ્રોસીટી એક્ટ સહીતની કલમો મુજબ ગુનો દાખલ થયો છે. વર્ષોથી ચાલ્યા આવતાં જમીન વિવાદને લઇને તાલુકાના ખરેડા ગામે રહેતાં પાનુબેન સોમાભાઈ ખુમાણની જમીનની બાજુમાં જમીન ધરાવતાં રામજી ડોડ તથા તેનો પુત્ર વિજય ડોડ તેની માલિકીની વાડીએ હતા તે દરમીયાન ત્યાં ધસી આવી તમે જે જમીન વાવો છો તે અમારી છે. તેમ કહી ગાળો આપો જાનથી મારી નાખવાની ધમકી દઇ તેમનુ ઝુપડ઼ુ તોડી નાખી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા પાનુબેને કોટડા સાંગાણી પોલિસમા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...