તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડાસાંગાણીમાં વીમા કંપનીની બેદરકારી સામે રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોના વીમાના સર્વે મામલે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવે સરકારમાં રજૂઆત કરી છે. એક તરફ સરકાર સામે ખેડુતોનો રોષ ઉકળતા ચરૂની માફક અનેક મુદ્દે ચાલી રહ્યો છે. પાકનો પોષણ ક્ષમ ભાવ હોય કે રાસાયણીક ખાતરના વધતા જતા ભાવ એક તરફ સરકાર ચુંટણીનુ વર્ષ હોવાથી સરકારથી નારાજ ખેડુતોને મનાવવા પ્રયાષો કરી રહી છે તો બીજી તરફ સરકારે વીમા કંપનીને કામ સોપ્યુ ત્યારથી જ ખેડુતોએ ઠેરઠેર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોટડાસાંગાણી તાલુકાના ભાજપ પ્રમુખે ખેડુતોના પ્રશ્ને સરકાર અને વિમા કંપનીમાં રજૂઆત કરી છે અને સાંસદ કુંડારીયાને તાલુકાના ૪૨ ગામોના સરપંચોને સાથે રાખીને આવેદન પાઠવ્યુ છે.

જેમા જણાવેલ છે કે વીમા કંપનીના કર્મચારીઓ કોટડાસાંગાણી તાલુકાના ગામોમા ક્રોપ કટીંગ કરવા આવે છે ત્યારે તેઓ પોતાની મનમાની કરીને કામગીરી કરે છે તેમજ કોઈપણ ખેતી માલીક કે ગામના સરપંચ કે આગેવાનોને સાથે રાખતા નથી. તમામને જે તે વાડીમા ક્રોપ કટીંગ કરાઈ છે તેમની બહાર કાઢવામા આવે છે અને પીયત કરેલા વાડીમા જ સર્વે કરાઈ છે. સાથે વિમા કંપનીના કર્મચારીઓ દ્વારા ખેડૂતો સાથે મનમાની કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરાઈ છે. કોટડાસાંગાણી, લોધીકા, જસદણ અને વિંછિયા તાલુકામાં વધુ પડતુ કપાસનુ વાવેતર થતુ હોવા છતા મગફળીનુ વાવેતર દર્શાવેલ છે. જેના અન્યાયને લઈને પણ ભાજપના આગેવાને રજૂઆત કરી હતી અને આગામી દિવસોમા સરકાર અને વિમા કંપની દ્વારા કોઈ નક્કર પગલા લેવામા નહી આવે તો તાલુકાના તમામ 42 ગામના સરપંચો અને ખેડુતોને સાથે રાખીને ગાંધીનગરમા ધામા નાખવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે તાલુકા ભાજપના પ્રમુખે જ ભાજપ સરકાર સામે ખેડુતોના પ્રશ્ને બાયો ચડાવતા તાલુકાભરના રાજકારણમા સોંપો પડી ગયો છે.

ખેડૂતોને ક્રોપ કટિંગમા સંતોષ થવો જરૂરી છે
કોટડાસાંગાણી તાલુકાના ખેડુતો અને તાલુકા ભાજપ પ્રમુખની રજુઆત સરપંચોને સાથે રાખીને મને રૂબરૂમા મળેલ છે તે અંગે મે કૃષીમંત્રી આર સી ફળદુને લેખીત રજૂઆત કરેલ છે અને જે રીલાયંસ કંપની દ્રારા દાદાગીરી કરી ખેડુતોને અંધારામા રાખીને જે ક્રોપ કટીંગની કામગીરી કરવામા આવે છે તે અયોગ્ય છે જે જરા પણ ચલાવી લેવામા નહી આવે અને સરકાર હંમેશા ખેડુતોની સાથે રહી છે અને ખેડુતોને પુરતો ન્યાય મળસે તેની બાહેંધરી પણ આપી હતી. મોહન કુંડારીયા, સાંસદ રાજકોટ

અન્ય સમાચારો પણ છે...