Home » Saurashtra » Rajkot District » Kotda Sangani » Kotda Sangani - કોટડાસાંગાણીના સરદાર ચોકમાં ભારતીય કિસાન સંઘ દ્રારા ભગવાન બલરામની

કોટડાસાંગાણીના સરદાર ચોકમાં ભારતીય કિસાન સંઘ દ્રારા ભગવાન બલરામની

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:36 AM

Kotda News - કોટડાસાંગાણીના સરદાર ચોકમાં ભારતીય કિસાન સંઘ દ્રારા ભગવાન બલરામની જન્મ જયંતીની ઉજવણી કરી ખેડુત સભા સંબોધવામા...

  • Kotda Sangani - કોટડાસાંગાણીના સરદાર ચોકમાં ભારતીય કિસાન સંઘ દ્રારા ભગવાન બલરામની

    કોટડાસાંગાણીના સરદાર ચોકમાં ભારતીય કિસાન સંઘ દ્રારા ભગવાન બલરામની જન્મ જયંતીની ઉજવણી કરી ખેડુત સભા સંબોધવામા આવી હતી. ખેડુતોના પ્રશ્ને લડી લેવાના સંકેતો આપ્યા હતા. આ સભામાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુત સભા સંબોધવામાં આવી હતી. જેમાં ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાયને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. સરકારી બાબુઓ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને થઈ રહેલા અન્યાય મુદ્દે જો કોઈ આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દે લડત કરવાની તૈયારી પણ દર્શાવી હતી. આ તકે રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખીયા કોટડાસાંગાણી તાલુકા કિશાન સંઘ પ્રમુખ ધર્મેશભાઈ સોરઠિયા ઉપ પ્રમુખ રાજુભાઈ ભુત ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોનું સંગઠન વધુ મજબૂત બને તે માટે ખેડૂતોને અનુરોધ કરાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ