તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોડીનાર શહેરમાંથી 21 પશુઓને કતલખાને લઈ જતા સાત ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારમાંશિવસેનાની જાગૃતતાથી પોલીસે ત્રણ વાહનોને ડિટેઇન કરી 21 પશુઓને કતલખાને જતા બચાવી લઇ 7 શખ્સોની અટક કરી હતી. જયારે એક નાસી ગયો હતો.

કોડીનારનાં મુળદ્વારકા રોડ પર મેમણ સોસાયટી પાસે ટ્રક નં.જીજે-1-એટી- 5885, જીજે-1-કેએન-5700 અને જીપ ત્રણ વાહનો શંકાસ્પદ રીતે નજરે પડતા શિવસેનાનાં પ્રમુખ રાજુભાઇ બાંભણીયા સહિતનાંએ તપાસ કરતાં તેમાં મુંગા પશુઓ ક્રુરતાપુર્વક બાંધેલા જોવા મળતાં પોલીસને જાણ કરતાં પીએસઆઇ ખાચર સ્ટાફ સાથે ત્યાં દોડી ગયેલ અને 18 ભેંસ, 3 પાડા સહિત 21 પશુઓને મુકત કરાવ્યાં હતાં. પોલીસે અમરેલીનાં અરબાજ ઇલીયાસ ગોરાણી, સોયેબ મહેબુબ કાલાવાત, આદિલ રફીક ગોરાણી, આબીદ આદમ ગોરાણી, રજાક હબીબ ગોરાણી, ભુપત કાળુ મારવાડી અને કોડીનારનાં દેવીપુજક લગધીર પુજાને ઝડપી લીધા હતાં. જયારે ટ્રક નં.9213નો ચાલક નાસી ગયો હતો. પોલીસે કુલ રૂા.10.75 લાખનો મુદામાલ કબજે કરી રાજુભાઇની ફરિયાદ આધારે હે.કો. ગઢવીએ તપાસ હાથ ધરી છે. કતલખાને લઇ જવાઇ રહેલ પશુઓને બચાવી ઘાસ, ખાણ, પાણી સહિતની વ્યવસ્થા પીઆઇ વિંઝુડાએ કરી હતી. ગૌવંશ સહિતનાં પશુઓને કતલખાને ધકેલાઇ ગયા હોય શિવસેનાની ઝુંબેશથી આવા તત્વોમાં ફફડાટ પ્રસર્યો છે.

21 પશુઓને કતલખાને લઈ જતા સાત શખ્સ ઝડપાયા. }અરવિંદ સુચક

અન્ય સમાચારો પણ છે...