તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • ગીર સોમનાથ જિલ્લા કક્ષાનું આશા સંમેલન કોડીનારમાં યોજાઈ ગયું

ગીર સોમનાથ જિલ્લા કક્ષાનું આશા સંમેલન કોડીનારમાં યોજાઈ ગયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરસોમનાથ જિલ્લાનું કોડીનારમાં આશા સંમેલન મળ્યું હતું જેમાં જિલ્લાની 400 થી વધુ આશા વર્કર બહેનોએ હાજરી આપી હતી. અને કુપોષણ પર લઘુનાટીકા પ્રસ્તુત કરી કાર્યક્રમનાં માધ્યમથી માહિતી આપવામાં આવી હતી.

કોડીનારમાં તા.26 ફેબ્રુઆરી ના રોજ ગીર સોમનાથ જિલ્લાની આશા વર્કર બહેનોનું સંમેલન યોજાયું હતું જેમાં જિલ્લાની 400 થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી જયારે 90 આશા ફેસીલેટર બહેનોએ પણ હાજરી આપી હતી. અને વિવિધ યોજનાઓ જેવી કે કુપોષણ, મેલેરીયા, ટી.બી, ઘરગથ્થુ સંભાળ, રકતપિત માં વાત્સલ્ય યોજના વગેરે વિષય પર લઘુ નાટીકા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાંથી કોડીનાર હેલ્થ ઓફીસની ટીમ દ્વારા કુપોષણ વિષય પર રજુ થયેલી લઘુનાટીકાનો પ્રથમ નંબર આવતા તેમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જયારે તકે કોડીનાર નં.પા પ્રમુખ શીવા સોલંકી, જી.પં. સદસ્ય પ્રતાપ ડોડીયા, કિરણબેન સોસા, તાં.પંના પ્રદીપ ઝણકાટ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ. આચાર્ય સહિત જિલ્લા તથા તાલુકાનો મેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. જયારે કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર એમ.આર. પઢીયારે જહેમત ઉઠાવી હતી.

આશા સંમેલનમાં આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતી. }અરવિંદ સુચક

અન્ય સમાચારો પણ છે...