• Gujarati News
  • { સદનસીબે અન્ય માલ ઢોર અને ગોવાળ સલામત

{ સદનસીબે અન્ય માલ-ઢોર અને ગોવાળ સલામત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારવિસ્તારમાં રહેતા અને કોડીનારની હદમાં સર્વે નં.618માં વાડી ધરાવતા અને સરકાર માન્ય રાધા ગૌ.શાળા ટ્રસ્ટ ચલાવતા રામસિંહભાઇ સીદીભાઇ જાદવના ટ્રસ્ટ ચલાવતા રામસિંહભાઇ સીદીભાઇ જાદવનો પુત્ર વિજયસિંહ આજે વહેલી સવારે ટ્રસ્ટની નાની મોટી 30 ગાયોને ચરાવવા નિકળેલ ત્યારે તેમની જમીન પરથી પીજીવીસીએલની પસાર થતી 11 કેવીની લાઇન ધડાકાભેર તુટતા ચાલુ લાઇન નીચે ચરતી ગાયો પર આવતા તેમાંની 1 ગાય માથે પડતા તે ગાયનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ જોકે તે સમયે વિજયસિંહ અને અન્ય માલઢોર થોડા દુર રહેતા સદનસીબે બચાવ થયો હતો. ત્યારે બાબતે વળતર મેળવવા ઘટતુ કરવા વિજયસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરેલ છે.
કોડીનારમાં ચરતા ઢોર પર 11 કેવીનો વાયર પડતા ગાયનું મોત