તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોળાસાની જર્જરીત પાણીની ટાંકી તોડાશે ખરી.?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારતાલુકાનાં ડોળાસા ગામે 17 વર્ષ જુની પાણીની ટાંકી હાલ જર્જરીત હાલતમાં છે ટાંકી કોઇ ગંભીર અકસ્માત સર્જે તે પહેલા ટાંકી તોડી પાડવા અહિ વસતા લતાવાસીઓની ચોક્કસ રજુઆતોનાં જવાબો જોયા પછી તો એમજ માનવું રહયુ કે અહિં ગંભીર અકસ્માત સર્જાશે ત્યારે અધિકારીઓ દોડધામ કરશે .

ડોળાસા ગામે બોડીદર રોડ પર આવેલ પીઠડ માતાજીનાં મંદિર પાછળ 17 વર્ષ પુર્વે પાણીની મોટી ટાંકી સરકારશ્રીની યોજના દરમ્યાન બનાવવામાં આવી છે. ટાંકી પડવા વાંકે ઉભી છે. ટાંકીનાં સળીયા દેખાય છે જે કાટ લાગી ગયો છે સીડી જર્જરીત હોય ટાંકી સાફ કરવામાં આવી નથી. છતા પણ મોટાભાગનાં ગામલોકોને તેમાંથી પાણી વિતરણ કરવા આવે છે.

ટાંકી ભરેલી હોય ત્યારે વરસાદની જેમ પાણી ટંપકે છે. જે અકસ્માત નજીકમાં હોવાની નિશાની દર્શાવે છે કેટલાક ગામોમાં આવી સ્થિતીમાં પાણીની ટાંકી પડવાનાં કારણે ગંભીર અકસ્માતો સર્જાયાની ઘટના અખબારોમાં પ્રસિધ્ધ થતા અહિ નજીકમાં રહેતા પ્રતાપભાઇ ઓધડભાઇ પરમારે ટાંકી સત્વરે તોડી પાડવા લગાતાર લેખિત અને રૂબરૂ રજુઆતો કરવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી.

ટાંકી પડેતો પ્રતાપભાઇ પરમારનાં ઘર પર અથવા બાજુમાં આવેલા પીઠડ માતાજીનાં મંદિરનાં પટાંગણમાં પડે તેમ છે. જયાં ભક્ત જનોની સતત અવરજવર રહે છે.

આટલી જાગૃતતા દાખવવા છતા સરકારી તંત્રને કોઇ અસર થઇ નથી. શું ખરે અહિં અકસ્માતમાં કોઇ ના જીવ હોમાઇને રહેશે.ω

આખરે પાણી પુરવઠા બોર્ડતો ટાંકી તોડી પાડવાની જવાબદારી ડોળાસા ગ્રામપંચાયતની જણાવી છે. ડોળાસાના સરપંચ નનુભાઇ મોરીએ ટાંકી તોડી પાડવા ગ્રામપંચાયતની જવાબદારીનો ઇન્કાર કર્યો છે.

ડોળાસા ગ્રામપંચાયત ટાંકી દુર કરવાની સાથે સરકારશ્રી દ્વારા નવી ઉંચી ટાંકી બનાવી આપવા માંગ કરી જેથી ડોળાસાની પાણીની વિતરણ વ્યવસ્થા જળવાઇ રહેે.

જો ઓચિંતી ટાંકી તુટી પડે તો મોટી જાનહાનીની ભિતી. તસવીર- અનિલ કાનાબાર

ભારે નિષ્ક્રિયતા : હવે તો અકસ્માત સર્જાશે ત્યારે તંત્ર દોડશે તેવો ઘાટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો