• Gujarati News
  • કોડીનારની બે છાત્રા અાંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વોલીબોલ સ્પર્ધામાં ઝળકી

કોડીનારની બે છાત્રા અાંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વોલીબોલ સ્પર્ધામાં ઝળકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનીબે છાત્રાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વોલીબોલ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતું. થાઇલેન્ડથી પરત ફરેલ બંને છાત્રાનું સોમનાથ એકેડેમીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.

કોડીનારની સોમનાથ એકેડેમી રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરી રહી છે. એકેડેમીનાં ધો.12 માં અભ્યાસ કરતી કિંજલબેન વાળા અને ચેતનાબેન વાળા ભારત વતી વોલીબોલની સ્પર્ધામાં થાઇલેન્ડ ખાતે રમી શ્રેષ્ઠ દેખાવ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યુ હતું. બંને છાત્રા ગત તા.20નાં સ્વદેશ પરત ફરતા સોમનાથ એકેડેમી ખાતે ધારાસભ્ય જેઠાભાઇ સોલંકી, માજી મંત્રી લક્ષ્મણભાઇ પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન સુરસિંહભાઇ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ ઝાલા, એકેડેમીનાં પ્રમુખ કરશનભાઇ સોલંકી, વડનગરનાં સરપંચ બાબુભાઇ ગાધે, સરખડીનાં સરપંચ મહેશભાઇ વાળા, શાહ એમ.એમ. હાઇસ્કૂલનાં વ્યાયામ શિક્ષક દિપસિંહભાઇ દાહીમા, ગુજરાત રાજય વ્યાયામ શિક્ષક મંડળનાં પ્રમુખ વરજાંગભાઇ વાળા સહિતની ઉપસ્થિતિમાં બંને છાત્રાઓનું ભવ્ય સ્વાગત કરી ઉજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.

{ થાઇલેન્ડથી પરત ફરતા સોમનાથ એકેડેમીમાં કરાયું સ્વાગત

તસ્વીર : અરવીંદ સૂચક