• Gujarati News
  • જેઠવા હત્યા કેસ : શિવા સોલંકી કાયમી જામીન પર મુક્ત

જેઠવા હત્યા કેસ : શિવા સોલંકી કાયમી જામીન પર મુક્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઆઇએક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શિવા સોલંકીએ કાયમી જામીન મેળવવા કરેલી અરજી સ્પેશિયલ સીબીઆઇ જજ ઉત્કર્ષ ટી.દેસાઇએ ગ્રાહ્ય રાખી છે.

અંગેની સરખેજ ગાંધીનગર હાઇવે પરના સત્યમેવ કોમ્પલેક્સ ખાતેથી પોતાના એડવોકેટને મળી પરત ફરી રહેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની કરપીણ હત્યા કરાઇ હતી. જે સમગ્ર મામલાની તપાસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કોડીનાર નગરપાલિકાના નેતા શિવા સોલંકીની સંડોવણી છતી ધરપકડ કરી હતી. છેલ્લા બે વર્ષથી સાબરમતી જેલમાં રહેલા શિવા સોલંકીએ કાયમી જામીન મેળવવા એડવોકેટ મીતેશ અમીન મારફતે માટે સ્પે.સીબીઆઇ કોર્ટમાં અરજી કરી હતી. અરજીની સુનાવણીમાં સીબીઆઇએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આરોપીની સમગ્ર કેસમાં સક્રિય સંડો‌વણી છે. તેથી આરોપીને જામીન આપવા જોઇએ. આરોપીના એડવોકેટે કોર્ટમાં સુપ્રીમ કોર્ટે અન્ય આરોપી દિનુ બોઘા સોલંકીને કાયમી જામીન પર મુક્ત કર્યા છે તેથી અરજદારને પેરિટીનો લાભ આપવો જોઇએ. પક્ષકારોની સુનાવણીના અંતે સ્પે.સીબીઆઇ કોર્ટે શિવા સોલંકીની કાયમી જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી.