કોડીનાર | આરટીઆઇએક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં સાંસદ દિનુ બોઘા
કોડીનાર | આરટીઆઇએક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં સાંસદ દિનુ બોઘા સોલંકીને કોર્ટે 6 ડિસેમ્બરે જામીનમુક્ત કરી જેલમાંથી ગુજરાત બહાર જવાનો આદેશ કર્યો હતો. જોકે, સોલંકી ગુરુવારે કોડીનારમાં પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, દીનુભાઈએ જેલમાંથી સીધાજ ગુજરાતની હદ છોડી દેવાની હોય છે. પરંતુ તેઓ કોડીનારમાં ચૂંટણી પ્રચાર કરતા હોઇ તેમની સામે કોર્ટમાં અમે કન્ટેમ્પ્ટની અરજી કરી છે. અને સુપ્રીમ કોર્ટમાં તેમના જામીન રદ કરાવવાની અરજી પણ કરી છે. અને કોડીનાર પીઆઇ તેમજ રીટર્નીંગ ઓફિસરને પણ ફરિયાદ કરી છે. હકીકતે તેમણે 12 કલાકમાં ગુજરાત છોડી દેવાનું હોય. પણ તેમણે પત્નીની બિમારીનું કારણ આગળ ધરી 3 દિવસ હોસ્પિટલમાં રહેવાની પરવાનગી હોવાનો દાવો કર્યો છે.
ગુજરાત બહારનો આદેશ છતાં દીનુ સોલંકીનું કોડીનારમાં પ્રચારકાર્ય