• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • કોડીનારમાં મગફળી ખરીદી મુદ્દે ખેડૂતોનું મામલતદારને આવેદન, ભારે આક્રોશ

કોડીનારમાં મગફળી ખરીદી મુદ્દે ખેડૂતોનું મામલતદારને આવેદન, ભારે આક્રોશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારમાંખરીદ વેંચાણસંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે અને ખેડૂતો જુદા-જુદા વાહનોમાં મગફળી ભરીને વેંચવા માટે આવી રહ્યા છે અને અનેક ખેડૂતો 15 દિવસથી વાહનોમાં મગફળી ભરીને બેઠા છે. છતાં વારો લેવામાં આવતો નથી અને વાહનોને ભાડું ચૂકવવું પડે છે અને એવા આક્ષેપો પણ થઇ રહ્યા છે. મળતીયાઓની મગફળીનો તોલ કરવામાં આવે છે. અંગે 100 થી પણ વધારે ખેડૂતોએ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી.

ખેડૂતો મુદ્દે ખરીદ વેંચાણ સંઘનાં સંચાલકોને પુછવા માટે જાય તો ત્યાથી એવું જણાવાય છે કે બારદાન ખાલી થઇ ગયા છે અને ગોડાઉન પણ ખાલી નથી. જેથી ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસવીર- મીલાપ સુચક

બારદાન નથી એવા જવાબ મળે છે

15 દિવસથી વાહનોમાં મગફળી ભરી વેંચવા આવ્યા છીએ, વારો આવ્યો

અન્ય સમાચારો પણ છે...