ગોહિલની ખાણ ગામે મકાન પર વીજળી ત્રાટકી : નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારમાંગોહીલની ખાણ ગામે ઓજી વિસ્તારનાં દત્તનગરમાં રહેતા ગુણવંતભાઇ રાઠોડનાં બે માળનાં મકાન પર વીજળી ત્રાટકી હતી. વીજળી અગાશીમાં ફીટ કરાયેલા સોલાર પર પડતાં ધ્રાબાની લાદી તુટી જવા સાથે બંને માળમાં ફીટ કરાયેલા ઇલેકટ્રીક ઉપકરણોને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે વીજળી જમીનનાં તળીયે ઉતરી જતાં જાનહાની ટળી હતી. ઉપરાંત કોડીનારની બંસીધર સોસાયટીમાં પણ એક મકાનમાં વીજળી પડી હતી પરંતુ નુકસાન થયું હતું.

વીજળી પડતા સદ્નસીબે જાનહાની ટળી હતી. તસવીર- અરવિંદ સુચક

અગાશીની લાદી અને ઇલે.ઉપકરણોને નુકસાન

અન્ય સમાચારો પણ છે...