ગાયનાં હત્યારા ડફેરે 10થી વધુ ચિતલનાં શિકાર કર્યા હતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તૃણભક્ષી વન્યપ્રાણીના શિકાર કરતો

તાલાલા વન તંત્રે કોડીનાર પોલીસ પાસેથી કબ્જો મેળવ્યો


તાલાલાપંથકનાં જંગલ સમીપનાં ગામોમાં શિકારી શખ્સો તૃણભક્ષી વન્યપ્રાણીનાં શિકાર કરી માંસ વેંચવાનાં ગોરખધંધા કરતા હોય તેવો એક શિકાર પાણીકોઠા ગામેથી ગૌવંશ વેચવા નીકળેલ જે કોડીનાર પોલીસનાં હાથે ઝડપાઇ જતા તાલાલા વનવિભાગએ શિકારીનો કબ્જો મેળવી 10 થી વધુ ચિતલનાં શિકાર કર્યાની વિગતો ઓકાવી હતી. તાલાલાનાં પાણીકોઠા ગામનો ડફેર શખ્સ સદામ કાળુ લુણાઇ (ઉ.વ.21) કોડીનારનાં મુળદ્વારકા પાસેથી ગૌમાંશ સાથે પોલીસનાં હાથે ઝડપાઇ ગયા બાદ રીમાન્ડ દરમિયાન પુછપરછમાં વન્યપ્રાણીઓનાં શિકાર કર્યા હોવાનું કબુલ્યું હતું. અંગે તાલાલા રેન્જ ઓફીસને જાણ કરાતાં આરએફઓ કનેરીયાએ કોડીનાર પોલીસ પાસેથી તેનો કબજો લઇ પુછપરછ કરતાં તાજેતરમાં બે માદા ચીતલનાં શિકાર કર્યા હોવાનું અને અગાઉ દેશી હાથ બનાવટની જામગરી બંધુકથી દસથી વધુ વન્યપ્રાણી ચિતલનાં શિકાર કર્યા હોવાની કબુલાત કરી હતી. ગીરના રામપરા, આંકોલવાડી સહિતનાં વિસ્તારમાં શિકાર કર્યા હતાં. તેની સાથે અકબર સહિતનાં ત્રણ શખ્સો પણ સામેલ હોય તેને ઝડપી લેવા વનતંત્રએ તપાસ હાથ ધરી છે.

કોડીનાર પોલીસ પાસેથી તેનો કબજો લઇ પુછપરછ હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...