• Gujarati News
  • કોડીનાર નગરપાલિકા આંબેડકર જયંતિ ઉજવશે, 124 કિલોની કેક સાથે શોભાયાત્રા નિકળશે

કોડીનાર નગરપાલિકા આંબેડકર જયંતિ ઉજવશે, 124 કિલોની કેક સાથે શોભાયાત્રા નિકળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર નગરપાલિકા આંબેડકર જયંતિ ઉજવશે, 124 કિલોની કેક સાથે શોભાયાત્રા નિકળશે

કોડીનાર |કોડીનાર પાલિકા દ્વારા ડો.આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાશે. તા.14નાં ડો.આંબેડકરની પ્રતિમાને હારતોરા અને સાંજનાં 7 કલાકે 124 કિલોની કેક સાથે નવા બસસ્ટેશનથી આંબેડકરની પ્રતિમા સુધી શોભાયાત્રા યોજાશે. ઉપરાંત સવારે 10 કલાકે શિંગોડા નદી કાંઠે લાલકવાડી ખાતે આંબેડકરભવનનું ખાતમુૃર્હુત જમીનનાં દાતા એવા માજી સાંસદ દિનુભાઇ સોલંકીનાં હસ્તે કરાશે. રાત્રીનાં 9.30 કલાકે છારા ઝાંપા પાસેનાં મેદાનમાં જાણિતા કલાકારો રાજદિપ બારોટ, મમતા સોની, વનિતા બારોટ, બાબુભાઇ બારોટ લોકડાયરામાં રમઝટ બોલાવશે.