• Gujarati News
  • માણાવદરમાં જન્માષ્ટમી મહોત્સવે વેશભૂષા હરીફાઇ યોજાઇ

માણાવદરમાં જન્માષ્ટમી મહોત્સવે વેશભૂષા હરીફાઇ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરમાં જન્માષ્ટમી મહોત્સવે વેશભૂષા હરીફાઇ યોજાઇ
માણાવદર : માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદનાં સુર્વણ જયંતિ મહોત્સવ નિમિતે જન્માષ્ટમીનાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રીકષ્ણનાં સ્વરૂપમાં વેશભૂષા હરીફાઇમાં કેટલાક ગૃપોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દિવતીય અને તૃતીય વિજેતાઓને શીલ્ડ અને પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. આ આયોજનને સફળ બનાવવા કારાભાઇ, રમેશભાઇ, નિતેશભાઇ, વાસુદેવભાઇ, વિનુભાઇ, જગદીશભાઇ તથા કનૈયા ગૃપે જહેમત ઉઠાવી હતી.
માળિયાહાટીનામાં કષ્ણ જન્મોત્સવ ભાવભેર ઉજવાયો
માળિયા : માળિયાહાટીનામાં જન્માષ્ટમી નિમિતે કષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા કાનાનાં જન્મની ભાવભેર ઉજવણી કરાઇ હતી. વાજતે - ગાજતે રેલવે સ્ટેશનેથી નિકળેલી શોભાયાત્રા વિવિધ માર્ગોપર ફરી વૈષ્ણવ હવેલી ખાતે સભાનાં રૂપમાં ફેરવાઇ હતી.
માળિયાહાટીનામાં શનિવારે બટુક ભોજન
માળિયાહાટીના : માળિયાહાટીનામાં લોહાણા મહાજનવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સદગૃહસ્થ તરફથી તા.૨૩નાં બપોરે ૧૨ વાગ્યે બટુક ભોજનનું આયોજન કર્યુ છે. બાળકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
ચાંપરડાનાં બ્રહ્માનંદધામમાં રવિવારે બ્રહ્મચોર્યાસી
રતાંગ : વિસાવદરનાં ચાંપરડામાં બ્રહ્માનંદધામ ખાતે શ્રાવણમાસમાં તાલુકા સમસ્ત બ્રહ્મસમાજનાં ઉત્થાનનાં સમુહ ચિંતન સાથે બ્રહ્મચોર્યાસીનું તા.૨૪નાં સવારે ૯ કલાકે આયોજન થયું છે. મુકતાનંદબાપુ, શિ ાણવિદ ગીજુભાઇ ભરાડ, આર.કે.શર્માની હાજરીમાં ચિંતન થશે. આ પ્રસંગે લોકકલાકાર રાજ ગઢવી દ્વારા સાંસ્કતિક કાર્યક્રમ તેમજ તેજસ્વી છાત્રોનું સન્માન પણ કરાશે.
કોડીનારમાં પોલીસ દ્વારા કરાયું વૃ ાારોપણ
કોડીનારમાં સુર ાા સેતુ સપ્તાહ અંતર્ગત પોલીસ લાઇનમાં પીઆઇ નાગોરી અને રાજકીય - સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિમાં પોલીસ પરિવાર દ્વારા વૃ ાારોપણ કરાયું હતું અને તેના જતનનાં સંકલ્પ લેવાયો હતો.તસ્વીર : અરવીંદ સૂચક
ન્યૂઝ ઇનબોકસ
ભેંસાણનાં ધારાસભ્ય વડાલ ગ્રા. પં.ની મુલાકાતે
ભેંસાણનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આજે વડાલ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. અને વડાલ ગ્રામ પંચાયતની કામગીરી અને ગટર યોજનાં વિશે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ ગ્રામજનોએ વડાલ-ડેરવાણ રોડ બિસ્માર થઇ ગયો હોવાથી રોડ તાત્કાલીક ધોરણે બનાવવા માંગણી કરી હતી. રીબડીયાએ આ રોડનાં કામમાં અંગત રસ દાખવી નવો રોડ મંજુર કરાવી આપવાની સાંત્વનાં આપી હતી. આ તકે ગામનાં અગ્રણીઓ