કોડીનારનાં અડવી ગામે 18 દિકરાઓની વાડની સંયુક્ત ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારતાલુકાના અડવી ગામના લોકોએ એક પ્રેરણાદાયી પગલુ ભરી ગામના 18 દિકરાઓની વાડનો જમણવાર સંયુક્ત રીતે ગોઠવતા ગામનું વાતાવરણ ઉમંગમય બન્યું છે.

ડોળાસા નજીકના અડવી ગામે આજરોજ હોળીના તહેવાર નિમિતે 18 દિકરાઓની વાડ હતી. જેનો અલગ-અલગ જમણવાર રાખવાના બદલે ગામના અગ્રણીઓની દરમિયાનગીરીથી તમામ 18 પરિવારોએ જમણવાર સંયુક્ત રીતે ગોઠવી ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે. જેનાથી ખર્ચમાં કાપ મુકાશે બગાડ ઓછો થશે અને ગામ આખુ સાથે બેસીને જમશે. જેના કારણે ભાઇચારાની ભાવના પણ કેળવાશે. આમ પરિવારોએ ધુવાળા બંધ જમણવારનું આયોજન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...