કોડીનારમાંથી પોલીસે દેશી - વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોળીનાંપર્વ નિમીતે દારૂની હેરાફેરી રોકવા પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી અને અલગ- અલગ જગ્યાએ રેઇડ કરી વિદેશી અને દેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. કોડીનાર પોલીસે શનિવારે રાત્રીનાં અલગ- અલગ ટીમો બનાવી દારૂનાં ચાલતા હાટડા પર રેઇડ કરી હતી અને વિદેશી દારૂની 88 બોટલ તેમજ 60 જેટલા દેશી દારૂ અને 150 લીટર દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો હતો અને દોઢ લાખ જેટલો મુદામાલ કબજે કરી પોલીસે 12 શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...