તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલણ SBIબેંકમાં આગ લગાડનાર શખ્સો પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેંક મેનેજરની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી

કોડીનારનાવેલણ ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા શાખામાં આગ લગાડનારા આરોપીઓને પોલીસ દ્નારા ગણતરીની કલાકોમાં પકડી પાડયા હતા. અને પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોડીનાર તાલુકાના વેલણ ગામની એસ.બી.આઇ. શાખામાં બે દિવસ અગાઉ બપોરના સમયે બેંકમાં પેટ્રોલ છાંટી આગ લગાડી હતી. તે બનાવના અનુસંધાને બેંક મેનેજર દ્નારા કોડીનાર પોલીસમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો. કેસની તપાસ પી.એસ.આઇ. એસ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે. કેસ સંદર્ભે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાએ જુદી જુદી ટીમ બનાવી હતી. અને અંગત બાતમીદારો તેમજ ટેક્નોલોજી અને સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજની મદદથી કોડીનાર પોલીસે સંયુક્ત જહેમત ઉઠાવી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો