તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર પાસેથી 6 કિલો ગૌમાંસ ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાંમુળદ્વારકા પાસેથી 6 કિલો ગૌમાંસ સાથે પાણીકોઠાનાં ડફેર શખ્સને ઝડપી લઇ તેને જેલહવાલે કરી દેવાયો હતો.

મુળદ્વારકા તરફ જઇ રહેલા પાણીકોઠાનાં સદામ કાળુ ડફેરે બાઇક નં.જીજે-3-11-એએલ- 8737 પુરઝડપે ચલાવી મઠ ગામનાં એક છોકરાને હડફેટે લઇ નાસી રહયો હતો ત્યારે ચૌહાણની ખાણનાં અશ્વીનભાઇ ચૌહાણ જોઇ જતાં પોતાની બાઇકથી તેનો પીછો કરી પકડી લેતા તેની પાસેની થેલીમાંથી લોહી ટપકતું હોય પુછતાં ગૌમાંસ હોવાનું જણાવતાં 100 નંબર પર ફોન કરતાં પીએસઆઇ ખાચર, કોન્સ. પ્રફુલભાઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને તેની પાસે રહેલ અંદાજે 6 કિલો ગૌમાંસ કબજે લઇ પોલીસ સ્ટેશને લઇ આવતાં લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં. પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કર્યો હતો. જીવદયાપ્રેમીઓમાં તીરસ્કારની લાગણી સાથે કૃત્ય કરનારને કડક સજા મળે અને અન્ય શખ્સોની પણ તપાસ થાય એવી લોકોમાંથી ઉગ્ર માંગણી ઉઠી છે.

પાણીકોઠામાં છરીથી ગાયને મારી તેનું માંસ મુળદ્વારકા આપવા જતો હતો એવું સદામે પોલીસ સમક્ષ કબુલ્યું હતું. છરી કબજે લઇ ગૌમાંસને ફોરેન્સીક લેબમાં તપાસ માટે મોકલવા તજવીજ કરી હતી. તસવીર- અરવિંદ સુચક

છરીથી ગાયની કતલ કર્યાનું કબૂલ્યું

બાળકને હડફેટે લઈ બાઈકમાં નાસતો હતો ત્યારે એક નાગરીકે પીછો કરી પકડ્યો, પાણીકોઠાનો ડફેર જેલ હવાલે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો