આંકોલાલીનાં હિજરતી પરિવારનાં પુન: વસવાટ માટે આવેદન અપાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાતાલુકાનાં આંકોલાલી ગામે ત્રણ વર્ષ પહેલા ગામનાં રહેવાસી સરવૈયા પરિવાર પર હુમલો થતાં પરિવાર આખો હિજરતી થયો હતો. જેમને પુન:વસવાટ અને આધાર માટે આજદિન સુધી જમીન મળતાં પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તેમને તત્કાલ પુન:વસવાટ મળી રહે તે માટે સ્વયમ સૈનિક દળનાં અગેવાનોએ કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ગીરગઢડા તાલુકાનાં આંકોલાલી ગામે ત્રણ વર્ષ પહેલા ગામનાં રહેવાસી કાળાભાઇ જેઠાભાઇ સરવૈયા અને તેમનાં પરિવાર ઉપર ગામનાં અસામાજીક તત્વોએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો હતો. જેમાં તેમનો પુત્ર લાલજીભાઇને મોતને ધાટ ઉતારી દેવાતા પોલીસમાં ફરિયાદ કરી પરિવાર ગામ છોડી હિજરતી થયો હતો. બાબતનો કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે સરકારે પુન:વસવાટ તથા આધાર માટે જમીન આપવામાં ઠાગાઠૈયા કરી કાગળોની ફેકફેકી કરવામાં આવતાં આંકોલાલીનાં હિજરતી પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. બાબતે ગુજરાતનાં રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી પરિવારનાં 14 લોકોએ આત્મવિલોપનની ચિમકી પણ આપવામાં આવી હતી. છતાં હિજરતી પરિવારને પુન:વસવાટ માટે જમીન મળતાં સ્વયમ સૈનિક દળનાં આગેવાનોએ હિજરતી પરિવારે પુન:વસવાટ થાય તે માટે મામલતદારને આવેદનપત્ર પાઠવી સીએમ તથા પીએમને રજૂઆત કરી છે.

સ્વયં સેવકદળનાં જવાનોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. }અરવિંદ સુચક

અન્ય સમાચારો પણ છે...