કોડીનાર ખાંડ ફેકટરીમાંથી દીપડી પાંજરે પુરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારખાંડ ફેકટરીમાં પાછળનાં મેદાનમાંથી દીપડી પાંજરે પુરાઇ હતી. શહેરની મધ્યમાં આવેલ બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફેકટરીનાં પાછળનાં મેદાનમાં દીપડાનાં આંટાફેરા વધતા વન વિભાગે અહિંયા પાંજરૂ ગોઠવી દેતા બુધવારનાં રાત્રીનાં 7 વર્ષની ઉંમરની દીપડી પાંજરે પુરાઇ ગઇ હતી. ફોરેસ્ટર પઠાણ, રાઠોડ સહિતનાં સ્ટાફે દીપડીને જામવાળા મોકલી આપી હતી. ફેકટરી પાસે મોટી સોસાયટી તથા ખાંડ ઉદ્યોગ કોલોની આવેલ હોય અને લોકોનો વસવાટ હોવાથી દીપડી પાંજરે પુરાતા રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...