• Gujarati News
  • હરમડીયામાં કુહાડીનાં ઘા ઝીંકી શેઢાળીની હત્યા

હરમડીયામાં કુહાડીનાં ઘા ઝીંકી શેઢાળીની હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાંહરમડીયામાં વાડીની વાડમાં ફસાયેલી શેઢાળીને કુહાડીનાં ઘાથી મારી નાંખી તેને ફેંકી પુરાવાનો નાશ કરવાની કોશિષ કરનાર 6 શખ્સોની વનવિભાગે અટક કરી બાદમાં છોડી મુકતા પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ ભભુકયો છે.

હરમડીયા ગામે ધીરૂભાઇ નોઘણભાઇની વાડીમાં શનિવારની રાત્રીનાં બાલુ નોઘણ, ઘેલુ ઉકા, ભાણા બીઝલ, મનુ કરશન, રામ નોઘણ અને રાજદિપ અરશી પાણી વાળી રહયા હતાં ત્યારે વાડમાં ફસાયેલી શેઢાળીને કુહાડીનાં ઘા ઝીંકી મારી નાખી બારોબાર નાંખી દઇ પુરાવાનો નાશનો પ્રયાસ કર્યો હતો. બનાવની જામવાળાનાં આરએફઓને જાણ થતાં મૃતક શેઢાળીનો કબજો લઇ પગેરૂ મેળવી 6 શખ્સોને પકડી પાડી જામવાળા લાવી આકરી પુછપરછ કર્યા બાદ 5-5 હજારનાં જાતમુચરકા પર છોડી દીધા હતાં. શેઢાળીને મારવાનાં ગુનામાં શખ્સોને મુકત કરી દેવાનાં સમાચારથી પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. આવા કૃત્ય કરનારને ગમે ત્યારે મુકત કરવામાં આવે છે ત્યારે તેનો ઇતિહાસ તપાસવો જોઇએ કે જેથી ગુનો કરે. ગંભીર બાબતે પ્રકૃતિપ્રેમીઓ વાઇલ્ડ લાઇફમાં ઉગ્ર રજૂઆત કરનાર હોવાનું જાણવા મળે છે.

{પ્રકૃિત પ્રેમીઓમાં રોષ : વાઈલ્ડ લાઈફમાં રજૂઆત

કાર્યવાહી| વાડમાં ફસાઇ હતી, મારી નાંખી ફેંકી દીધી