તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો થયો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારતાલુકાની આમ જનતાનાં પિતૃઓનાં મોક્ષાર્થે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગાયત્રી પરીવારનાં સહયોગથી 9 થી 16 સપ્ટેમ્બર સુધી ગાયત્રી મંદીર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાગવત સપ્તાહનાં વ્યાસપીઠે કોડીનારનાં અને મોક્ષ નગરી કાશીમાં અભ્યાસ કરતા બાલવ્યાસ ક્રિષ્નપ્રસાદ જાની બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. અહીંના સોમનાથ મંદિર ખાતેથી 51 પોથી ભાગવત નવનીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જે ધુન-ભજન સાથે ગાયત્રી મંદિરે પહોંચશે. દરરોજ સવારે 8 થી 9 પિતૃતર્પણની પુજા અર્ચના બાદ બપોરે 3 થી 6 સુધી કથાશ્રવણ થશે જેમાં દરરોજ ભગવાનનાં પ્રાગટયનાં જીવંત પાત્રો સાથે ભાગવતજીનું મહત્વ શાસ્ત્રીજી દર્શાવશે.

કોડીનાર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રથમ વખત યોજવામાં આવેલા ભગીરથ કાર્યને સફળ બનાવવા બ્રહ્મ સમાજનાં અગ્રણીઓ અને ગાયત્રી પરીવારનાં સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

વાજતે ગાજતે પોથીયાત્રા નિકળી હતી. તસવીર- અરવિંદ સુચક

પ્રથમ દિવસે 51 પોથીનું પુજન કરવામાં આવ્યું

પોથીયાત્રા નીકળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો