તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Kodinar
 • કોડીનાર ભાજપનાં અગ્રણી સહિત ત્રણ સામે 72 લાખની ખનીજ ચોરીની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર ભાજપનાં અગ્રણી સહિત ત્રણ સામે 72 લાખની ખનીજ ચોરીની ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનાંઘાંટવડ પાસે ગુરૂવારે રાત્રીનાં આરઆરસેલની ટીમે દરોડો પાડી 72 લાખથી વધુ મુદામાલ કબજે કરી ભાજપનાં આગેવાન સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર પ્રસરી છે.

અંગેની મળતી વિગત મુજબ આરઆરસેલનાં પીઆઇ એન.કે.વ્યાસ, સ્ટાફનાં મહેન્દ્રભાઇ વાલાભાઇ, મેણશીભાઇ ગીગાભાઇ, શબ્બીરખાન આલમભાઇ સહિતનાં કાફલાએ પાંચ ગાડીમાં પહોંચી બાતમીનાં આધારે ગુરૂવારનાં રાત્રીનાં કોડીનારનાં ઘાંટવડ ગામ પાસે સર્વે નં.16ની જમીનમાં દરોડો પાડી ગેરકાયદેસર ખનન ઝડપી પાડયું હતું. સ્થળે બે મોટા ખાડા હોય ખાણ ખનિજની ટીમને બોલાવી માપણી કરાતાં 3456 મેટ્રીક ટનની ખનિજ ચોરી થયાનું માલુમ પડયું હતું. સ્થળ પરથી બે હિટાચી મશીન, 2 બાઇક સહિત કુલ રૂ.72,79,412નો મુદામાલ કબજે કરી જમીનનાં માલિક ભાજપનાં આગેવાન સુરસિંહભાઇ મોરી, ફજેલ કરીમમહમદ અનિશ ઘાંચી (રહે.સુલતાનપુર) અને શૈલેન્દ્રસિંહ છોટાલાલ સીંગલોલ (રહે.યુપી) સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુરૂવારે મોડી રાત્રીનાં ઘાંટવડ નજીક આરઆર સેલે દરોડો પાડ્યો

કોડીનારનાં ઘાંટવડથી હરમડીયા સુધી ગેરકાયદેસર ખનન થતું હોવાની જામવાળાનાં આરએફઓએ અવાર-નવાર લેખિતમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. પરંતુ ખાણખનિજ વિભાગની ઉંઘ તો ઉડી અને આરઆરસેલે ખનિજ ચોરી પકડી પાડી હતી.

રાજકીયકિન્નાખોરીથી ફરિયાદ : સુરસિંહ

જમીનમારી પોતાની માલિકીની છે અને જેમાં જમીન સુધારણાની પરવાનગી માટે ગીર-સોમનાથ જિલ્લા કલેકટરમાં બે માસ પહેલા અરજી આપેલી છે. અને કોઇ કામગીરી ચાલુ હોવા છતાં રાજકીય કિન્નાખોરીથી ફરિયાદો કરવામાં આવી છે એમ સુરસિંહ મોરીએ જણાવ્યું હતું. તસવીર- મીલાપ સુચક

આરએફઓએ ગેરકાયદેસર ખનનની લેખિત રજૂઆતો કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો