તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકડેમમાં ગરક તરૂણની લાશ 24 કલાક બાદ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાંદેવલપુર ગામે રહેતો તરૂણ હરેશ ગાંડાભાઇ ચારણીયા રવિવારે બપોરનાં અરસામાં ગોવિંદપુર નજીક બીલીયાવાસનાં ચેકડેમમાં ન્હાવા પડ્યો હતો અને ન્હાવાની મોજમાં ઉંડા પાણીમાં ગરક થઇ જતા ઘટનાનાં સમાચાર વહેતા થતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેની શોધખોળ ચાલુ કરી હતી. બાદમાં મુળદ્વારકાનાં તરવૈયાઓને મદદમાં બોલાવી શોધખોળ કર્યા બાદ પણ તેની કોઇ ભાળ મળી હતી. તરૂણને શોધવા ગામનાં સરપંચ હરીભાઇ ભેડા અને ગ્રામજનો સતત સ્થળ પર રહેલ પરંતુ ચેકડેમનાં પાણીની અંદર કોઇ જગ્યાએ ફસાય ગયેલ હોય કે પડવાનાં કારણે માથામાં લાગવાથી 24 કલાક બાદ પાણીમાંથી લાશ બહાર આવતા કોડીનારની હોસ્પિટલે પીએમમાં ખસેડવામાં આવેલ.

કોડીનાર તાલુકાનાં દેવલપુર ગામનો તરૂણ ન્હાવાની મોજમાં ડુબી ગયો હતો

અન્ય સમાચારો પણ છે...