તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઢવાડ બંદરે જમીનમાં કબજો કરવાની હિલચાલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઢવાડ બંદરે સરકારી જમીનમાં પેશકદમીની હિલચાલ સામે લોકોમાં રોષ પ્રસર્યો છે.

કોડીનારનાં માઢવાડ બંદર પાસે લાઇટ હાઉસ નજીક સરકારી જમીનમાં માછીમારો વસવાટ કરે છે. તેમજ દરિયા નજીક આવેલ જમીન ખેડી ખાય છે. આ જમીન ખેતી લાયક હોવાથી ઘણાં પરિવારોનું ગુજરાન ચાલે છે. પરંતુ છેલ્લા 10 દિવસથી ભુમાફીયાઓ દ્વારા આ જમીન પર કબજો કરવાની પેરવી થતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોડીનાર-માઢવાડ ખારવા સમાજ દ્વારા મામલતદારને આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અત્રેે ઉલ્લેખનીય છે કે જે-જે વિસ્તાર સીઆરઝેડ આવતો હોવા છતાં પેશકદમીની હિલચાલ થતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...