• Home
  • Saurashtra
  • Somnath
  • Kodinar
  • કુરિયરમાં મંગાવેલું કાનનું મશીન ગુમ, ફોરમમાં ફરિયાદ

કુરિયરમાં મંગાવેલું કાનનું મશીન ગુમ, ફોરમમાં ફરિયાદ

કોડીનારનાં યુવાને રીપીરીંગમાં મોકલ્યું હતું, ખાલી કવર મળ્યું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:10 AM
કુરિયરમાં મંગાવેલું કાનનું મશીન ગુમ, ફોરમમાં ફરિયાદ
કોડીનારામાં રહેતા અજયભાઇ ધાનાણીએ તેમના પિતાનાં ડાબા કાનનું મશીન બંધ થઇ જતાં તેના રીપેરીંગ માટે ગત 20 જૂલાઇનાં રોજ અમદાવાદનાં બાપુનગર સ્થિત યોશ સ્પીચ એન્ડ હિયરીંગ ક્લીનીકમાં એક કુરીયર સર્વિસ મારફતે મોકલવામાં આવ્યું હતું. જે અમદાવાદમાં તા.24 જૂલાઇનાં રોજ સામેની પાર્ટીને તુટેલી હાલતમાં ખાલી કવર મળ્યું પરંતું તેમાં મશીન ન હતું. આથી યુવાને બાપુનગર સ્થિત કુરીયરની ઓફિસ ખાતે આ અંગેની જાણ કરતાં તેઓએ આ કવર ભુલથી તેમની બોપલ ઓફિસે પહોંચી ગયું હતું અને ત્યાંથી જ આવી હાલતમાં અમોને મળ્યું હોવાનું જણાવ્યું હતું. આ બાબતે યુવાને કુરિયર સર્વિસની હેડ ઓફિસમાં અને ઇન્ટરનેટનાં માધ્યમથી તેમની વેબસાઇટ પરની ઇમેલ આઇટી પર કમ્પ્લેઇન કરી હતી. ત્યાર બાદમાં યુવાને હેડ ઓફિસમાં ફોન કરીને પુછતા તેમણે સાહેબ ફ્રી નથી, મીટીંગમાં છે, કોઇ અધિકારી સાથે વાત નહીં થાય. આ બાબતે અમો કોડીનારની ઓફિસમાં જાણ કરી દેશું તેવા ઉડાઇ અને બહાનાયુક્ત જવાબો મળતા યુવાને કુરીયર સર્વિસ વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી. અને આ બીનજવાબદાર કુરિયર સર્વિસ વિરૂધ્ધ તપાસ કરી યોગ્ય કાર્યવાહિ કરવા માંગ કરી હતી.

X
કુરિયરમાં મંગાવેલું કાનનું મશીન ગુમ, ફોરમમાં ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App