તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • Kodinar કોડીનાર પંથકમાં રોગચાળો, ડેંગ્યુ મેલેરીયાનાં કેસો વધ્યાં

કોડીનાર પંથકમાં રોગચાળો, ડેંગ્યુ- મેલેરીયાનાં કેસો વધ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર શહેર અને પંથકમાં રોગચાળો વકર્યો હોય એમ ડેંગ્યુ અને મેલેરીયાનાં કેસો વધુ જોવા મળી રહયાં છે. સરકારી દવાખાનામાં રોજની 500 ઓપીડી થાય છે. પરંતુ આ રોગચાળાને ડામવા તંત્ર સાવ નિષ્ક્રીય ભૂમિકામાં જોવા મળી રહયું હોય લોકોમાં નારાજગી પ્રસરી છે.

કોડીનાર ઉપરાંત તાલુકાનાં ગોહીલની ખાણ, ચૌહાણની ખાણ, મઠ, મુળદ્વારકા, નાનાવાડા, કરેડા સહિતનાં ગામોમાં ડેંગ્યુનાં કેસો જોવા મળી રહયાં છે. અસરગ્રસ્ત લોકો કોડીનારની અંબુજા, વેરાવળ અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે. હાલમાં કોડીનારનાં તુષાર દિપકભાઇ અને કરેડાનાં મહમદભાઇ હુશેનભાઇ રાના વાળા હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. કોડીનાર સરકારી હોસ્પિટલમાં રોજનાં અંદાજે 500ની ઓપીડી થાય છે. જેમાં મેલેરીયાનાં કેસ વધુ જોવા મળી રહયાં છે. પંથકમાં રોગચાળાએ માથુ ઉંચકયું હોવા છતાં આરોગ્ય તંત્ર સાવ નિષ્ક્રીય ભુમિકામાં છે.

અન્ય સમાચારો પણ છે...