તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોળાસા પંથકમાં સતત વીજ ધાંધીયા, ખેડુતોની ચિંતા વધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા15 દિવસથી મેઘરાજાની પધરામણી થતાં મગફળી અને કપાસનાં પાકો પાણીનાં અભાવે મુરઝાવા લાગ્યા છે. જેથી ખેડુતોએ પોતાનાં ખેતરમાં રહેલ બોર-કુવામાંથી પાકને પાણી આપવાનું શરૂ કર્યું છે. પરંતુ વારંવાર વીજ ધાંધીયાથી ખેડુતોની ચિંતામાં વધારો થયો છે અને વીજ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોડીનાર પંથકમાં પણ વાડી વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થઇ જાય છે. જેથી નિયમીત વીજપુરવઠો આપવા માંગ ઉઠવા પામી છે.

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામ સહીતનાં ગામોમાં ખેડુતોએ મગફળી અને કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું છે અને સમયાંતરે મેઘરાજાની પધરામણી થતા પાકોને જીવતદાન મળી રહ્યું હતુ પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ નહીં પડતા પાક મુરઝાવા લાગ્યો હતો જેથી તેમને બચાવવા માટે ખેતરોમાં રહેલા બોર અને કુવામાંથી પાણી શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ વારંવાર વીજળી ગુલ થઇ જાય છે જેથી મુરઝાતી મોલાદને પાણી મળી શકતુ નથી જેથી લોકોમાં વીજતંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે અને પુરતી વીજળી આપવા માંગ કરવામાં આવી છે હવે જોવુ રહ્યું કે તંત્ર દ્વારા પ્રશ્ન ઉકેલાય છે કે કેમ તે તો આવનારા દીવસોમાં ખબર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ધરતીપુત્રોને 10 કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ 8 કલાક પણ મળતી નથી.

વરસાદ ખેંચાતા મોલ મુરઝાઈ રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો