તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌમાંસ સાથે ઝડપાયેલા ડફેરે બે હરણને માર્યા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારપાસેથી અગાઉ ગૌમાંસ સાથે ઝડપાયેલા શખ્સે બે હરણને પણ માર્યા હોવાની કબુલાત કરતા પોલીસે રીમાન્ડ દરમિયાન બે બંદુક કબજે કરી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરી દીધો હતો.

મુળદ્વારકા રોડ પરથી થોડા દિવસ પહેલા પોલીસે પાણીકોઠાનાં ડફેર શખ્સ સદામ કાળુને કિલો ગૌમાંસ સાથે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા સરકારી વકીલ બાંભણીયાની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણ દિવસનાં રીમાન્ડ મંજુર થયા બાદ પોલીસે તેની આકરી પુછપરછ કરતા અગાઉ બંદુકનાં ભડાકે બે હરણનાં શિકાર કર્યાની પણ સનસનીખેજ કબુલાત કરતા પીએસઆઇ ખાચર, એએસઆઇ ચુડાસમા, રાઠોડ સહિતનાં સ્ટાફે તેને સાથે રાખી પાણીકોઠા વિસ્તારમાં વિજય સવદાસની વાડીમાંથી એક બંદુક કબજે કર્યા બાદ વધુ એેક બંદુક હોવાનું પણ જણાવતા જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બંદુક પણ શોધી કાઢી હતી. ડફેર પાસેથી બે બંદુક મળતા સનસની મચી છે. સદામનાં ત્રણ દિવસનાં રીમાન્ડ પુર્ણ થતા પોલીસે કોર્ટમાં રજુ કરી તેને જેલહવાલે કરી દીધો હતો.

કોડીનાર પોલીસે બે બંદુક કબજે કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો