Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અડવીમાં દલિતવાસનાં મુખ્ય રસ્તા ગંદાપાણીથી લથબથ
કોડીનારતાલુકાનાં અડવી ગામનાં દલીતવાસનો મુખ્ય રોડ ચોમાસું શરૂ ત્યારથી ગંદા પાણીથી લબાલબ ભર્યો છે. જેના કારણે ગંભીર બીમારી ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે. ગંદા પાણીનાં કાયમી નિકાલ માટે તુરંત પગલા લેવા આવશ્યક છે.
ડોળાસા નજીકનાં અડવી ગામનાં દલીતવાસનાં મુખ્ય રોડ પર આમતો સિમેન્ટરોડ બની ગયો છે. પરંતુ રોડ પરથી દરેક શેરીઓનાં રસ્તા ઉંચા થઇ ગયા હોય 100મીટરનાં રોડ ઉપર વરસાદનું પાણી એકઠુ થાય છે. તેનાં નિકાલની કોઇ સુવિધ હોવાથી પાણી ભર્યું રહે છે. જેના કારણે અહીંથી પગપાળા ચાલવું શક્ય નથી. આમ છતાં પણ લોકો ગંદવાડ સહન કરી રહ્યા છે. નવાઇની વાત તો છે કે, રોડ પર ચાલતા 200થી વધુ પરિવારોનાં બાળકોને શાળાએ જવા આજ રસ્તેથી પસાર તવું પડે છે. જ્યા પહેલા બીજા ધોરણનાં બાળકોને વાલીઓ શાળાએ લેવા મુકવા જાય ત્યારે બાળક હેમખેમ ઘેર પહોંચે છે.
અડવી ગામનાં રોડ પર ચાલતા મોટા ભાગનાં પરિવારો મજુરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય જોઇ ગંભીર બીમારી ફાટી નિકળવાની પુરી સંભાવના છે. તેવા સંજોગોમાં શ્રમજીવી પરિવારો સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા તુરંત આરોગ્યલક્ષી પગલા ભરવા માંગ કરી છે. અડવી ગામનાં રોહીતભાઇ જેસીંગભાઇ ડોડીયાની આગેવાનીમાં વિસ્તારનાં લોકોએ ઉચ્ચકક્ષાએ આગેવાનીમાં વિસ્તારનાં લોકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી વર્ષોથી પજવતા પ્રશ્નનાં કાયમી નીકાલ માટે ચોક્કસ પગલા લેવા માંગ કરી છે. પણ તુરંતમાં ગંદા પાણીનાં નિકાલ ઉપરાંત દવા છંટકાવનો કાર્યક્રમ તુરંત હાથ ધરવા માંગ કરી છે. છેલ્લા 25 દિવસથી રોડનાં 100 મીટરમાં બે-બે ફુટ ગંદુ પાણી ભર્યું છે. ત્યારે સરકારી બાબુઓ મુદાને ગંભીર ગણે તે જરૂરી છે.
ખરાબ પાણી ભરાતા રહીશોમાં રોગચાળાની ભીતી તસ્વીર-અનિલ કાનાબાર