તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • Kodinar સુરતની લેડી ડોનનાં બે સાગરીત કોડીનારનાં હરમડીયામાંથી ઝબ્બે

સુરતની લેડી ડોનનાં બે સાગરીત કોડીનારનાં હરમડીયામાંથી ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની લેડી ડોનનાં બે સાગરીત કાપોદ્રા પોલીસ સ્ટેશનનાં 307નાં ગુનામાં ફરાર હોય કોડીનાર પોલીસે હરમડીયા ગામેથી બંનેને ઝડપી લીધા હતાં.

સુરતનાં કાપોદ્રા રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક હટાવવાનાં નજીવા મામલે રવી, બીજા બે માણસો અને એક યુવતીએ લાકડા અને પટા જેવા હથિયારોથી ભટ્ટ બહાદુર અને શ્રીધર નામનાં યુવાનોને બેફામ માર મારી ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ અંગે પ્રકાશ પીકે સુનારે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં નાસતા ફરતાં બે આરોપી કોડીનારમાં હોવાની સુરત પોલીસે સ્થાનિક પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પીઆઇ એ.એમ. હેરમા અને સ્ટાફનાં નરેન્દ્રસિંહ રહેવર, ધર્મેન્દ્રસિંહ પરમાર, કાળુભાઇએ તપાસ હાથ ધરતાં હરમડીયા ગામે સાંગાવાડી નદીનાં પટ્ટમાં છુપાયા હોવાની હકિકત મળતાં અહીંયા રેઇડ કરી સાગર ઉર્ફે ધોદા બાબુ ભાલીયા અને સંજય ઉર્ફે ભુરો હિંમતલાલ વાઘેલાને ઝડપી પાડી સુરત પોલીસને કબજો સોંપ્યો હતો. આ બંને સુરતની કુખ્યાત લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભુરીનાં સાગરીત હોવાનું અને હત્યા સહિત અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...