તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Khambha
  • Khambha તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ એટલે ધણીધોરી વગરનો રાઉન્ડ. આ

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ એટલે ધણીધોરી વગરનો રાઉન્ડ. આ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ એટલે ધણીધોરી વગરનો રાઉન્ડ. આ રાઉન્ડ નીચે આવતા વિડી અને રેવન્યુ વિસ્તારમાં 15થી પણ વધારે સિંહો કાયમી વસવાટ કરી રહ્યા છે. ત્યારે અહીં રાયડી પાટી બીટ નીચે આવતા મોટા બારમણનો સળવા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી અહીં એક 2 સિંહોની જોડી રહે છે. બંને સિંહો કાયમી સાથે જ રહે છે અને શિકાર પણ સાથે જ કરે છે. જો કે બે દિવસથી એક સિંહ લાપતા થયો હોય સ્થાનિક ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી છે.

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રાયડી પાટી બીટના આવતા રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહ લાપતા થયો હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે અહીં આ રાઉન્ડમાં 15 કરતા વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે 2 સિંહોની જોડીમાં સળવા ધાર વિસ્તારમાં રહેતા આ બંને સિંહો પુખ્ત વયના છે. ત્યારે હજુ ચાર દિવસ પહેલા જ આ બંને સિંહોએ મોટા બારમણ ગામના સબ સ્ટેશન નજીક એક વાછરડીનું મારણ કરી મિજબાની માણી હતી. જ્યારે વધેલા મારણને વનવિભાગ દ્વારા નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવ્યું હતું. ત્યાર બાદ આ બંને સિંહોની જોડી 2 દિવસ અહીં જોવા મળી હતી. પરંતુ પાછલા 48 કલાકથી આ સિંહોની જોડીમાં એક સિંહ જોવા મળી રહ્યો નથી. ત્યારે આ વિસ્તારના લોકોના મન મુંજાયા છે. ત્યારે વનવિભાગને જાણ કરવા છતાં વનવિભાગ ઓફીસમાં બેઠા બેઠા સર્વે કરી રહ્યા છે. જ્યારે આ સિંહો પૈકી એક સિંહને હગાર જાડો થવાના બદલે સિંહને પાતળા ઝાડા થઈ હોવાનું સંભાવના સ્થાનિક ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ લાપતા થયેલા સિંહ પુખ્ત વયનો હોવાથી તેની જાન ઉપર જોખમ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. જ્યારે આ વિસ્તારના 15 કરતા વધુ સિંહોના હગારના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલવા અન્યત જરૂરી છે. અન્યથા દલખાણીયા રેન્જમાં સિંહોની કૂતરાની માફક મોતને ભેટી રહ્યા છે તેમ અહીં આ ઘટનાનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં ?.

અન્ય સમાચારો પણ છે...