તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Khambha
  • Khambha ગઇકાલે બપોરના સમયે રાજુલા વન વિભાગની સરકારી બોલેરો ગાડીમા

ગઇકાલે બપોરના સમયે રાજુલા વન વિભાગની સરકારી બોલેરો ગાડીમા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઇકાલે બપોરના સમયે રાજુલા વન વિભાગની સરકારી બોલેરો ગાડીમા એક અજગરને લઇને રાજુલાના કાતર ગામ બાજુથી રાયડી ડેમ પર આવ્યા હતા. ભીનુ સંકેલવામા પહેલેથી જ માહીર વન વિભાગના કર્મચારીઓએ ત્યાં ઉભેલા આજુબાજુના ખેડૂતોને રોફ જમાવીને ત્યાંથી ભગાડયા હતા. બાદ સરકારી ગાડીમાથી એક અધમુવા થઇ ગયેલા અજગરને કાઢીને ડેમના પાળા પરથી સીધો જ ડેમમા છોડી દીધો હતો. જેને પગલે અનેક સવાલો ઉભા થયા હતા.

વાઇલ્ડ રેડ ડેટા બુકમા અજગરને અત્યંત ભય હેઠળના સરીસૃપ વર્ગના પ્રાણી તરીકે નોંધવામા આવ્યુ છે. અને ભારતીય વન ઘારા મુજબ આ પ્રાણીને અનુસુચી ૧ હેઠળ રક્ષિત જાહેર કરેલ છે. વ્યાખ્યા મુજબ અનુસુચી ૧ મા આવતા કોઇપણ વન્યજીવને મારવુ કે મારવાનો પ્રયત્ન ૩ થી સાત વર્ષની જેલની સજાની સખત જોગવાઇનો ગુનો બને છે. આવા સંજોગોમા જયારે કાયદાના રખેવાળો જ કાયદાને નેવે મુકે તો ?. આવા વન્યજીવોને વિકાસની હરણફાળ અને જંગલ પર માનવ અતિક્રમણ વચ્ચે પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવુ ખુબ જ અઘરુ છે. એ પણ ત્યારે કે એના રક્ષકો જ ભક્ષક બને ! તસ્વીર- પૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...