• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Khambha
  • ખાંભા તાલુકામાં તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રબારીકા રાઉન્ડના રેવન્યુ

ખાંભા તાલુકામાં તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રબારીકા રાઉન્ડના રેવન્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાંભા તાલુકામાં તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાના આંતકથી રબારીકા રાઉન્ડનો આખો રેવન્યુ વિસ્તારના ખેડૂતો અને ખેતમજૂરોમાં ફફડાટ ફેલાયો છે. હજુ 24 કલાકમાં દીપડાએ નવા માલકનેશ ગામે 16 વર્ષની યુવતી કોમલબેનને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી ત્યાં જ ખાંભાના બોરાળા ગામે હનુમાનપુર ગામ તરફ જવાના રોડ પર રહેતા પ્રતાપભાઈ કેશુભાઈ ચારોલીયા નામના 23 વર્ષીય યુવાન પોતાના ઘરની ઓસરીમાં સૂતો હતો ત્યારે રાત્રીના 2:30 વાગ્યા આસપાસ એક કદાવર દીપડો આવી ચડ્યો હતો.

દીપડાએ સુતેલા યુવાનને માથાના ભાગે બટકુ ભર્યું અને ખભા અને ડોકના ભાગે નહોર માર્યા હતા. યુવાને સામનો કરતા દીપડાના મોઢામાંથી પોતાનો બચાવ કરી દીપડા સામે હિંમત દેખાડી અને હાકલા પડકારા કર્યા ત્યારે યુવાનના ઘરમાં તેની માતા અને બહેન પણ બહાર આવી ગયા અને દીપડા ઘરની સામે ઉભો હતો. બાદમાં દીપડાને મહા મહેનતે ત્યાંથી દૂર ખસેડયો હતો.

બાદમાં ખાંભા 108નો સંપર્ક કરતા ખાંભા 108નો સ્ટાફ અહીં દોડી આવ્યો હતો. અને યુવાનને લોહીલુહાણ હાલતમાં ખાંભા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. જ્યારે આ દીપડાના હુમલામાં યુવાનને માથાના ભાગે તેમજ ખભા અને ડોકના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તસ્વીર- પૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...