તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Khambha
  • Khambha ભાડ અને વાંકીયા ગામડાંના ખેડૂતોના કનેક્શન હવે બાઢડા ફીડરમાં જોડાયા

ભાડ અને વાંકીયા ગામડાંના ખેડૂતોના કનેક્શન હવે બાઢડા ફીડરમાં જોડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા પીજીવીસીએલના નાનુડી ફીડરમાં ખેતીવાડી વીજ કનેક્શન ધરાવતા 250 જેટલા ખેડૂતો વતી 20 જેટલા ખેડૂતોએ ખાંભા મામલતદારને એક આવેદનપત્ર પાઠવી નાનુડી ફીડર ખેતીવાડીમાં છેલ્લા 2 માસથી પૂરતો વીજપુરવઠો અપાતો નથી તેમજ ખેડૂતોને જાણી જોઈને ખાંભા પીજીવીસીએલના અધિકારીઓ અને હેલ્પરો દ્વારા વીજપુરવઠો આપવામાં મનમાની કરી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. બાદમાં ખેડૂતો દ્વારા વિજળીના પ્રશ્ને તંત્રને 10 દિવસનું અલ્ટીમેટલ આપી ઉપવાસ આંદોલન અને જરૂર પડ્યે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે આ અંગે અહેવાલો પ્રસિદ્ધ થતાની સાથે જ જિલ્લા ભાજપના યુવા પ્રમુખ આનંદભાઈ ભટ્ટ અને તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયાને જાણ થતાંની સાથે જ ખાંભા પીજીવીસીએલના અધિકારીનો સંપર્ક કરી હકીકત જાણી હતી કે આ સોલ્યુશન કઈ રીતે આવી શકે તેમ છે. ત્યારે નાનુડી ખેતીવાડી ફીડરમાં ભાડ, વાંકીયાના ખેતીવાડીના વીજ કનેક્શનને બઢડા ફીડરમાં ડાયવર્ટ કરવાથી આ પ્રશ્ન કાયમી માટે હાલ થઈ શકે તેમ જાણવા મળતાં તેઓએ સરકારમાં લાગતા વળગતા મંત્રી અને વીજ અધિકારીઓ સાથે ટેલીફોનીક સંપર્ક કરી નાનુડી ખેતીવાડી ફીડરનો પ્રશ્નનો હલ કરી નાખતાયો ત્યારે ખેડૂતોને વીજપુરવઠો અનિયમિતનો પ્રશ્ન સતાવતો હતો તે નિરાકરણ થતા હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...