• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Khambha
  • ખાંભા તાલુકા તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના ડેડાણ રેવન્યુ વિસ્તારમાં મજીદભાઈ

ખાંભા તાલુકા તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના ડેડાણ રેવન્યુ વિસ્તારમાં મજીદભાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા તાલુકા તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના ડેડાણ રેવન્યુ વિસ્તારમાં મજીદભાઈ ઈસાકભાઈ ટાંકની માલિકીની વાડીમાં એક અજગરે રાષ્ટ્રીય પક્ષી મોરને ગળી ગયો હતો. મજીદભાઈની નજરે પડતા સ્થાનિક વનમિત્ર અને રેસ્ક્યુ ટીમના સાહિદભાઈ પઠાણને જાણ કરી હતી. તેઓ અહીં દોડી આવ્યા હતા. ત્યારે અજગર મોરને ગળી ગયા બાદ પચાવી ન શકતા મોરને આખેઆખો બહાર કાઢી નાખ્યો હતો. જ્યારે અજગરના મોઢામાંથી બહાર નીકળેલ મોરનું પ્રાણ પંખેડંુ ઉડી ગયુ હતુ. બાદમાં સાહિદખાન પઠાણ દ્વારા મૃત રાષ્ટ્રીય પક્ષી મોરનો કબજો કરી મોરની દફનવિધિ કરી હતી. જ્યારે અજગરને પણ રેસ્ક્યુ કરી પકડીને અનામત વિડીમાં છોડી મૂકવામા આવ્યો હતો. તસ્વીર: પૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...