અજાબ ગામે શેઢા પર ચાલવા મુદ્દે મારામારી
કેશોદપંથકનાં અજાબ ગામે રહેતા પરસોતમભાઇ દેવાણી અને ચીમનભાઇન પરસોતમ , મુના પરસોતમ , વલ્લભ ભાણજીની જમીન આજુબાજુમાં હોય અને પરસોતમભાઇનાં શેઢાનાં રસ્તા પર ચાલવા બાબતે મનદુ:ખ રાખી ચીમન અને મુનાએ પરસોતમભાઇ પર પથ્થરનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ અન્ય બે શખ્સોએ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચારેય શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.