તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણેકવાડા આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટરોને નિમો, માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ તાલુકાનાં માણેકવાડા ગામે પેટા આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટરોની નિમણુંક કરવાનાં લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કાયમી ડોકટરોની જગ્યાઓ ભરવા માંગ ઉઠવા પામી છે.

માણેકવાડા ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી ડોકટરોની લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને રજુઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં પ્રશ્ન નહીં ઉકેલાતા મંગળવારનાં દિવસે ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા રજુઆત કરવામાં આવી છે અને જો સાત દિવસમાં ખાલી પડેલ સ્ટાફની કાયમી જગ્યાઓ નહીં ભરાય તો તાળાબંધી સહીતનાં કાર્યક્રમો આપવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોની આરોગ્ય વિષયક સારી સેવાઓ મળી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક વિસ્તારોમાં ડોકટરોનાં અભાવે લોકો મુશ્કેલીઓ વેઠી રહયા છે. જેથી બાબતે પણ ઘટતુ કરવા લોકો માંગ કરી રહ્યા છે.

આવેદન પાઠવ્યું. તસવીર- ભાસ્કર

ગ્રામજનો દ્વારા કરાઇ રજુઆત

7 મહિનાથી ચાર્જનાં કર્મીઓથી ચાલે છે

અન્ય સમાચારો પણ છે...