કેશોદ નગર પાલિકાનું બજેટ સતત ચોથી વખત નામંજૂર થયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનગરપાલિકામાં લોકદળ અને કોંગ્રેસનું સંયુક્ત શાસન છે. જેમાં પ્રમુખ લોકદળનાં છે. તેના દ્વારા છેલ્લા એક માસમાં 3 વખત બજેટ બેઠક બોલાવાઇ હતી. જેમાં બજેટ નામંજૂર થયું હતું. આથી રાજ્યનાં નગરપાલિકા નિયામકનાં ખાસ આદેશથી બજેટ પાસ કરાવવા પ્રમુખને ચોથી તક આપવામાં અાવી હતી. જે અંતર્ગત અાજે ચોથી વખત બજેટ બોર્ડ મળ્યું હતું. જેમાં ફરી બજેટનો રકાસ થયો હતો. બજેટની તરફેણમાં 11 મતો પડ્યા હતા. જ્યારે તેની વિરૂદ્ધમાં 21 સભ્યોએ મત આપ્યા હતા. આમ સતત ચોથી વખત બજેટ નામંજૂર થયું છે. આથી ફરી વખત હવે શું ? નો સવાલ કેશોદવાસીઓમાં ચર્ચાઇ રહ્યો છે. છેલ્લા એકાદ વર્ષથી શાસક બોડી લઘુમતીમાં હોવા છત્તાં શાસનમાં યથાવત છે. એમાં વળી 2015-16નું બજેટ નામંજૂર થયું. જ્યાં સુધી બજેટ પસાર થાય ત્યાં સુધી એકેય વિકાસ કામ તો ઠીક રૂટિન ખર્ચ પર પણ પ્રશ્નાર્થ લાગી જાય.

કેશોદમાં જ્યારેવર્તમાન બોડી પહેલાં એક પક્ષની બોડી હતી ત્યારે પણ જનરલ બોર્ડમાં વિકાસને બદલે અવિશ્વાસની દરખાસ્તો માટે મળતા હોય એવી સ્થિતી વધુ રહેતી. પરિણામે લોકોને તો બધી બાજુએ મરોજ રહેતો. સ્થાનિક પ્રશ્નોથી કંટાળેલી પ્રજાએ પક્ષને જાકારો આપી થપ્પડ મારી. પરંતુ જેમણે સત્તા સંભાળી તેમણે બહુમતી હોવા છત્તાં રાજીનામું આપવાને બદલે 1 વર્ષથી સત્તા પર ચીટકી રહી સત્તા લોલુપતાનો પરિચય આપ્યો છે. જે તેમની રાજકિય અપરિપકવતા દર્શાવે છે.

એક પક્ષની બોડી વખતેય સ્થિતી સારી નહોતી

અન્ય સમાચારો પણ છે...