તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદ લગ્ન છેતરપીંડી પ્રકરણમાં 1 દલાલ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાંપૈસા લઇ લગ્ન કરાવી છેતરપીંડી કરવાના પ્રકરણમાં કોર્ટ દ્વારા શૈલેષ ગોહેલની પુછપરછ માટે ત્રણ દિવસનાં રીમાન્ડ અપાતા વધુ બે દલાલોનાં નામ ખુલતા બાબુ ગોકળ ભંભાળાની પોલીસે અટક કરી છે.

કેશોદમાં લગ્ન કરાવી પૈસા ખંખેરતી ગેંગનો પર્દાફાશ થતા પોલીસે એક યુવક અને યુવતિની ધરપકડ કરી હતી. જેમાં શૈલેષ મગન ગોહેલની પુછપરછ દરમિયાન વધુ એક દલાલનું નામ ખુલતા માળિયા તાલુકાનાં સરખડીયા ગામનાં બાબુ ગોકળ ભંભાળાની પોલીસે અટક કરી હતી. મુખ્ય આરોપી ઝડપાઇ જતા અને ત્રણ દિવસનાં રીમાન્ડ મળી જતા પુછપરછ દરમિયાન શૈલેષ ગોહેલે અન્ય બે સાથીદારો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસ એક દલાલની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...