તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ-માળિયા પંથકમાંથી 14 લાખની વીજ ચોરી ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદઅને માળિયા પંથકમાં સોમવારે પીજીવીસીએલની 50 ચેકીંગ ટૂકડીઓએ ત્રાટકી 16 ગામોમાં 980 માંથી 185 જોડાણમાંથી 14 લાખની વીજચોરી ઝડપી પાડતા પાવર ચોરી કરતા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

કેશોદ અને માળિયા પંથકમાં મંગળવારે પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવ્યું હતું. જેમાં કેશોદ તાલુકાનાં અગતરાય, માણેકવાડા, મોવાણા, હાંડલા, કરેણી, પ્રાંસલી, રાણીંગપરા, નોઝણવાવ, ધ્રાબાવડ, ચિત્રી તેમજ માળિયા તાલુકાનાં ઝડકા, જામવાડી, ગળોદર, શેરીયાખાણ, મોટી ધણેજ, નાની ધણેજ સહિતનાં ગામોમાં સવારનાં 7 થી 50 ટૂકડીઓ એસઆરપી જવાનો, 20 એકસ આર્મીમેન, પોલીસ અને ચાર વિડીયોગ્રાફર સહિતનાં કાફલા સાથે ત્રાટકી કુલ 16 ગામોમાં 980 વીજ જોડાણો ચેક કર્યા હતા અને 185 જોડાણમાંથી 14.20 લાખની વીજ ચોરી પકડી પાડી સંબંધીત ગ્રાહકોને પાવરચોરીનાં બીલો આપવાની તજવીજ હાથ ધરી છે. ચેકીંગ ડ્રાઇવનું મોનીટરીંગ કાર્યપાલક ઇજનેર પી.જી. જોષી તથા અધિક્ષક ઇજનેર વી.એલ.નિમાવતે કર્યુ હતું. પીજીવીસીએલની કાર્યવાહીથી કેશોદ-માળિયા પંથકમાં પાવર ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચેકીંગ કાર્યવાહી હજુ પણ ચાલુ રહેશે અને વીજ ચોરી કરતા કોઇપણ લોકોને બક્ષવામાં નહી આવે એમ ઇજનેર પી.જી.જોષીએ જણાવ્યું હતું. વીજ ટુકડી ત્રાટકતા બંને ગામોમાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો