કેશોદની 4 ગ્રા.પં.નાં સરપંચોનું પરિણામ જાહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રીપોર્ટર.કેશોદ, માળિયા

કેશોદનીચાર ગ્રા.પં.નાં સરપંચોનું અને માળિયાનાં ગળોદરમાં એક સભ્યની ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું.

અંગેની મળતી વિગત મુજબ કેશોદનાં અકોદરમાં સરપંચ પદે કાળાભાઇ જગમાલભાઇ પીઠીયા બિનહરીફ ચૂંટાયા હતાં. જયારે સોંદરડામાં નીલદીપસિંહ પ્રધ્યુમનસિંહ રાયજાદા, મેસવાણમાં રમેશકુમાર વશરામભાઇ લાડાણી, કાલવાણીમાં અમુભાઇ ધારાભાઇ ધાના સરપંચ પદે ચૂંટાઇ આવ્યા હતાં. જયારે માળિયાહાટીના નાં જુના ગળોદર ગ્રા.પં.ની વોર્ડ નં.6ની એક બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનાં હિરબાઇબેન લખાભાઇ સીંધવનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...