કેશોદ પાસે રીક્ષા - બાઇકની ટક્કર, યુવાનનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાંકાલવાણી - રંગપુર રોડ પર રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નિપજયું હતું. જયારે કેશોદ પાસે મેજીકે બાઇકને હડફેટે લેતા બેને ઇજા પહોંચી હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદનાં કાલવાણી ગામે રહેતા રાજકુમાર મોહનભાઇ પોતાનાં બાઇક નં.જીજે -11-સી- 1115 પર ગત તા.28નાં સાંજનાં અરસામાં વાડીએ જઇ રહયાં હતાં ત્યારે રોડ પર સામેથી આવતી છકડો રીક્ષા નં.જીજે-11-યુ-6364નાં ચાલકે બાઇકને હડફેટે લઇ લેતા ગંભીર ઇજા થવાથી રાજુકમારનું મોત નિપજયું હતું. અકસ્માત સર્જી ચાલક નાસી ગયો હતો. બનાવમાં પોલીસે મૃતકનાં સંબંધી ચંદુભાઇ ગોકળભાઇ ખાનપરાની ફરિયાદ નોંધી ચાલકને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...