તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2600માં ખરીદેલું બિયારણ એજ દુકાને દેવા જતા 1800 કહ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદપંથકનાં ખેડૂતો હાલ શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો બીજા પાસે છુટ્ટા પૈસા લઇને વાવેતર માટે બિયારણ લેવા જાય છે. ત્યારે ખેડૂતોને કડવો અનુભવ થાય છે. આવું કાંઇક જોવા મળ્યું છે. શુક્રવારે કેશોદની બજારમાં કે જ્યાં એક વેપારીને ત્યાં ખેડૂત ચણાનું બિયારણ લેવા માટે ગયો હતો. અને જે તેમને 2600 રૂપિયા મણ અપાયું હતું.

ખેડૂતને શંકા લાગતાં તેણે બિયારણ જ્યાંથી ખરીદ્યું હતું ત્યાં વેચવા માટે અજાણ્યો બનીને ગયા. અને એક વેપારીને ચણા વેચવા બાબતે પુછતાં તેમણે હાલ ચણાનાં 1800 થી 2000 ભાવ ચાલી રહ્યા હોવાનું જણાવ્યું.

ભાવ સાંભળીને ખેડૂત પણ મુંઝવણમાં મૂકાયો હતો. કારણકે, મોંઘા ભાવનું ખરીદેલુ બિયારણ એજ દુકાને આટલું સસ્તું કેમ તો શું ખેડુત પાસેથી પેલા વેપારીએ બમણાં પૈસા લીધા કે શું એવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...